ખેલ-જગત
News of Friday, 2nd April 2021

રાજસ્થાન રોયલ્સના શિવમ દુબે કોઇપણ સ્થાને બેટીંગ કરવા તૈયાર

રૂ. ૪.૪૦ કરોડમાં ખરીદાયેલો

રાજસ્થાન રોયલ્સ માટે આ વર્ષે રમનાર શિવમ દુબેનું કહેવું છે કે તે ટીમ માટે કોઇ પણ નંબરે બેટિંગ કરવા તૈયાર છે.

૪.૪૦ કરોડ રૂપિયામાં રાજસ્થાન દ્વારા ખરીદાયેલા શિવમ દુબેનું કહેવું છે કે 'મને લાગે છે કે હું એટલી બધી પોઝિશન પર રમ્યો છું કે મને હવે એની ચિંતા નથી. ખરી રીતે તો ટીમ ઇચ્છતી હશે એ નંબરે હું બેટિંગ કરવા તૈયાર છું. જો તેઓ ઇચ્છશે કે હું ટોપ ઓર્ડરમાં રમું તો હું ત્યાં રમીશ અને જો મને મેચ ફિનિશ કરવાનું કહેશે તો પણ મને વાંધો નથી.

(3:17 pm IST)