ખેલ-જગત
News of Wednesday, 2nd September 2020

આઇપીએલમાં કોઇ ખેલાડીને કોરોના ના થાય એટલા માટે સ્ટેડિયમમાં કરાઇ વિશેષ વ્યવસ્થા

ખેલાડીઓથી લઇને સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોની સુરક્ષાને સુનિશ્ચિત:

દુબઇઃ કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન આ વખતે યુએઇમાં રમાઇ રહી છે. યુએઇમાં જે ત્રણ મેદાનો પર આઇપીએલની મેચો રમાવવાની છે, તેમાં શારજહાં મેદાન પણ સામેલ છે. ખાસ વાત છે કે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને શારજહાં મેદાનમાં જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે.
 આઇપીએલ મેચોને ધ્યાનમાં રાખીને મેદાનમાં સ્ટેન્ડની ઉપર નવી આર્ટિફિશિયલ છત બનાવવામાં આવી છે. આની સાથે રૉયલ સૂટ અને વીઆઇપી હૉસ્પીટાલિટી બૉક્સને અપગ્રેડ કરવામાં આવ્યુ છે. આયોજકો તરફથી જાણકારી આપવામાં આવી છે કે કૉમેન્ટેટર બૉક્સમાં જૈવિક રીતે સુરક્ષિત માહોલના કડક નિયમો અંતર્ગત ખેલાડીઓને પેવેલિયન અને પ્રેક્ટિસ સુવિધાઓમાં વાયરસથી બચવા માટે ખાસ સાવધાની રાખવામાં આવી છે. આ ખાસ સાવધાનીઓ પર શારજહાં ક્રિકેટ સ્ટેડિયમના ઉપાધ્યક્ષ વલીદ બુખાતિરે કહ્યું કે, ખેલાડીઓથી લઇને સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે પ્રત્યેક સંભવ સાવધાનીઓ રાખી રહ્યાં છીએ, અને અમારુ મુખ્ય લક્ષ્‍ય એ છે કે આખી ટૂર્નામેન્ટ દરમિયાન જૈવિક રીતે સુરક્ષિત માહોલ બનાવવાનો છે.
 સ્ટેડિયમમાં ક્રિકેટ સંગ્રહાલય બનાવવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષ આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, અને આનુ આયોજન શારજહાં ઉપરાંત દુબઇ અને અબુધાબીમાં કરવામાં આવશે.

(12:19 pm IST)