ખેલ-જગત
News of Wednesday, 2nd September 2020

શુક્રવારથી ટ્રેનિંગ શરૂ કરશે ચેન્નાઈ સુપર કિંગ્સ

નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સ 4 સપ્ટેમ્બરથી તાલીમ શરૂ કરી શકે છે. જો કે, ટીમમાં કોવિડ -19 ટેસ્ટ હજી બાકી છે અને આ પરીક્ષણોનું પરિણામ પ્રેક્ટિસ સત્રની તારીખે નક્કી કરવામાં આવશે. ચેન્નાઇના 13 લોકો કોવિડ -19 પોઝિટિવ બન્યા હતા જેમાં બે ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ પછી ટીમ માટે બે કોવિડ -19 ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવી હતી. અહેવાલ મુજબ, "જે લોકો પોઝીટીવ આવ્યા છે તેઓને એક અલગ હોટલમાં રાખવામાં આવ્યા છે અને તેઓ આ નવી ટેસ્ટમાં ભાગ લેશે નહીં, પરંતુ બાકીની ટીમે ટેસ્ટ કરાવવું પડશે. આ ટેસ્ટ  3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. જે લોકોના પોઝીટીવ આવ્યા છે તેના ક્વોરેન્ટાઇન ટાઇમ પછી બે નવો કોવિદ-19 ટેસ્ટ કરી  લેવામાં આવશે.ચેન્નઈ એકમાત્ર એવી ટીમ છે કે જેણે હજુ સુધી તાલીમ શરૂ કરી નથી. તે 21 ઓગસ્ટના રોજ દુબઇ પહોંચ્યો હતો અને 28 ઓગસ્ટથી તાલીમ લેવાનો હતો. ટીમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કાશી વિશ્વનાથને કહ્યું, "અમે 4 સપ્ટેમ્બરથી તાલીમ શરૂ કરીશું. 3 સપ્ટેમ્બરે અમારે કોવિદ-19 ટેસ્ટ  લેવામાં આવશે."

(5:50 pm IST)