News of Friday, 2nd December 2022
મેકિસકોએ સાઉદીને હરાવ્યું, પણ બન્ને ટીમ સ્પર્ધાની બહાર
ગ્રુપ સીમાં બુધવારે મેકિસકોએ ગ્રુપ સ્ટેજની આખરી મેચમાં સાઉદી અરેબિયાને ૨-૧થી હરાવ્યુ હતું. જોકે એ જ ગ્રુપમાં પોલેન્ડને આર્જેન્ટિના (૬ પોઇન્ટ,૩નો ગોલ તફાવત) એ હરાવીને નોકઆઉટમાં સ્થાન પાકુ કરી લેતા મેકિસકો નોકઆઉટથી વંચિત રહયુ હતું. મેકિસકોની ટીમ ૪ પોઇન્ટ છતા ૧ના ગોલ તફાવતને લીધે નોકઆઉટમાં ન જઇ શકયું પ્રથમ મેચમાં આર્જેન્ટિનાને હરાવીને અપસેટ સર્જનાર સાઉદી અરેબિયા ૩ પોઇન્ટ અને ૨ના ગોલ તફાવતને લીધે સ્પર્ધાની બહાર થઇ ગયુ છે.
(5:11 pm IST)