News of Friday, 3rd February 2023
કોહલીએ ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ સામે અગ્રેસિવ બનવું જોઇશેઃ ઇરફાન
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની સિરીઝમાં સ્પિનર્સ સામે રમવામાં વિરાટ કોહલીની બેટિંગમાં જે કચાશ જોવા મળી હતી એ ઘરઆંગણે ઓસ્ટ્રેલીયા સામે રમાનારી આગામી ટેસ્ટ-શ્રેણીમાં ન જોવા મળે એ માટે ભુતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે ઉપાય બતાવ્યો છે ઇરફાને કહયુ કે કોહલીએ નેથન લાયન અને એશ્ટન એગર સામે થોડા અગ્રેસિવ અપ્રોચથી રમવું પડશેભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર મેચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મેચ ૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ત્યાર પછીની ત્રણ ટેસ્ટ દિલ્હી, ધરમશાલા તથા અમદાવાદમાં રમાશે.
(3:24 pm IST)