ખેલ-જગત
News of Tuesday, 3rd August 2021

મહિલા કુસ્તી બાજ સોનમ ફ્રી સ્ટાઇલમાં પ્રથમ મેચ હારી

ભારત માટે આજનો દિવસ ઘણો ખરાબ સાબિત થઇ રહ્યો છે. ભારતને જવેલિન થ્રો (ભાલા ફેક) માં હાર મળ્યા બાદ પુરુષ હોકી ટીમને પણ સેમિફાઈનલમાં કારમી હાર મળી છે. જે બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ભારતની મહિલા કુસ્તીબાજ સોનમ ૬૨ કિલોગ્રામ મહિલા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં પોતાની પ્રથમ મેચ હારી ગઇ છે.

(11:37 am IST)