ખેલ-જગત
News of Tuesday, 3rd August 2021

ઓલિમ્પિક્સ (400 મીટર હર્ડલ્સ): વોરહોલ્મે વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હી: નોર્વેના કાર્સ્ટેન વોરહોલ્મે ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની 400 મીટર હર્ડલ્સ ગોલ્ડ મેડલ 45.94 સેકન્ડના નવા વિશ્વ રેકોર્ડ સમય સાથે જીત્યો. ઓલિમ્પિક સ્ટેડિયમમાં યોજાયેલી અદભૂત ફાઇનલમાં, વોરહોલ્મે પોતાનો વર્લ્ડ રેકોર્ડ (46.70) તોડીને નવો રેકોર્ડ (45.94) બનાવ્યો અને ગોલ્ડ જીત્યો. અમેરિકાના રાય બેન્જામિન 46.17 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે બ્રાઝિલના એલિસન ડોસ સાન્તોસે બ્રોન્ઝ (46.72) જીત્યો. ફાઇનલ પહેલા તમામની નજર વોરહોમ અને બેન્જામિન પર હતી, પરંતુ નોર્વેજીયન દોડવીરે બતાવ્યું કે શા માટે તેની ગણતરી વિશ્વના સૌથી કુશળ ખેલાડીઓમાં થાય છે.

(5:51 pm IST)