ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

જોકોવિચ યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો

ઇંગ્લેન્ડના કાઈલ એડમંડને 6-7, 6-3, 6-4, 6-2 થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હી :સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચે,બીજા રાઉન્ડની મેચમાં ઇંગ્લેન્ડના કાઈલ એડમંડને 6-7, 6-3, 6-4, 6-2 થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

રોજર ફેડરર અને રાફેલ નડાલ બંને ઇવેન્ટનો ભાગ નથી, જેનો લાભ જોકોવિચ મેળવી શકશે. નડાલે યુએસ ઓપનમાંથી તેમનુ નામ પાછું ખેંચી લીધુ હતુ. કારણ કે તે વિશ્વવ્યાપી કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા માંગતો ન હતો, જ્યારે ફેડરર હજી પણ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેથી તે આ વર્ષે ટેનિસથી દૂર રહેશે.

જો જોકોવિચ યુએસ ઓપન જીતવા મા સફળ થાય છે, તો તે તેનો 18 મો ગ્રાન્ડસ્લેમ ખિતાબ હશે. એટલુ જ નહીં, જો તે આ ખિતાબ જીતે છે, તો તે રાફેલ નડાલ (19) થી એક નંબર થી દૂર હશે અને રોજર ફેડરર (20) થી માત્ર બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ દુર હશે.

જોકોવિચનો સામનો ત્રીજા રાઉન્ડમાં 4 સપ્ટેમ્બરે જાન-લેનાર્ડ સ્ટ્રફ સાથે થશે. કોરોનો વાયરસને કારણે સાવચેતી તરીકે યુએસ ઓપન પ્રેક્ષકો વિના રમવામાં આવી રહી છે.

(11:39 am IST)