ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

યુપીમાં બેડમીન્ટનની ખેલાડીની છેડતી

આરોપીના ભાઇ અને ભત્રીજાએ પીડીતાના ભાઇ ઉપર હુમલો કરતાં માથામાં ગંભીર ઇજા પહોંચીઃ પોલીસે કેસ દાખલ ન કરતા બબાલ

ત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં રાષ્ટ્રીય કક્ષાના (રાષ્ટ્રીયસ્તર)ના બેડમિંટન ખેલાડીની છેડતીનો મામલો સામે આવ્યો છે. છેડતીનો વિરોધ કરવા પર આરોપીઓએ ખેલાડીના ઘરે હુમલો કર્યો હતો. પીડિતાના ભાઈ પર હુમલો કર્યો. પીડિતાએ કોર્ટ ઈન્સ્પેકટર પર કેસ દાખલ નહીં કરવાનો અને આરોપીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) બબલુ કુમારે આ કેસમાં તાત્કાલિક કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

  પીડિત બેડમિંટન ખેલાડીના જણાવ્યા મુજબ તે ગત મંગળવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેની ઝૂંપડીમાં સૂઈ રહી હતી. ત્યારબાદ  એક યુવકે તેની છેડતી શરૂ કરી હતી. જયારે યુવકે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે પીડિતાએ યુવકના ચહેરા પર લાત મારી હતી અને અવાજ કર્યો હતો. અવાજ સાંભળીને નાનો ભાઈ આવ્યો, તેણે તેની બહેનને બચાવી લીધી. આ જોઈને આરોપીનો ભાઈ અને ભત્રીજો આવ્યા. તેઓ ઘરમાં ઘૂસી ગયા અને ભાઈઓ પર હુમલો કર્યો. ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. એક ભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

(12:44 pm IST)