ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

કોલકત્તા નાઇટ રાઇડર્સના યુવા બેટસમેન શુભમન ગિલ મેદાન ઉપર ઉતરે ત્‍યારે ખિસ્‍સામાં લાલ રૂમાલ રાખે છેઃ પૃથ્‍વી શો રન બનાવતા સમયે પોતાનો સ્‍કોર જાણતા નથીઃ દિગ્‍ગજ ક્રિકેટરોની અનોખી યુક્‍તિઓ

નવી દિલ્હીઃ ખેલ જગતથી લઈને બિઝનેસ જગત સુધી, તમારે સફળ થવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અજમાવવાનું ચલણ કોઈ નવી વાત નથી. ખાસ કરીને ટાયરની નીચે લીંબુ દબાવ્યા વિના નવી ગાડી શો-રૂમમાંથી બહાર ન કાઢવામાં આપણે ભારતીય તો આ મામલામાં દુનિયામાં અવ્વલ છીએ. ભારતીય ખેલાડીઓ પણ મેદાન પર ખાસ પ્રકારની યુક્તિઓ અજમાવવા માટે જાણીતા છે. તેવામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ તેનાથી કેમ દૂર રહી શકે. આવો તમને આઈપીએલમાં રમી રહેલા કેટલાક દિગ્ગજ ક્રિકેટરોની યુક્તિઓ જણાવીએ.

કોલકત્તા નાઇટ રાઇડર્સના યુવા બેટ્સમેન શુભમન ગિલ મેદાન પર ઉતરવા સમયે પોતાના ખિસ્સામાં લાલ રૂમાલ રાખવાનું પસંદ કરે છે. પરંતુ તેની પાછળ એક ખાસ કારણ છે. હકીકતમાં શુભમન ગિલ ખિસ્સામાં સફેદ રૂમાલ રાખતો હતો, જે જલદી ખરાબ થઈ જતો હતો, પરંતુ એક દિવસ તેને કોઈએ લાલ રૂમાલ આપ્યો. તે દિવસે શુભમને  મેચમાં સદી ફટકારી દીધી. ત્યારથી તેને લાલ રૂમાલ લકી લાગવા લાગ્યો.

દિલ્હી કેપિટલ્સ ટીમના જોરદાર બેટ્સમેન પૃથ્વી શોની આદત વિકેટ પર રન બનાવતા સમયે પોતાનો સ્કોર જાણવાની નથી. હકીકતમાં 14 વર્ષની ઉંમરમાં તેણે 645 રનની વર્લ્ડ રેકોર્ડ બનાવનારી ઈનિંગ રમી હતી તો તેણે પોતાના સાથિઓને કહ્યું હતું કે, પોતાનો વ્યક્તિગત સ્કોર જણાવવામાં ન આવે. આ મેચમાં પૃથ્વીએ રેકોર્ડ સ્કોર બનાવ્યો તો તેને અંધવિશ્વાસ થઈ ગયો કે આમ કરવાથી વધુ સારૂ રમશે.

મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા દરેક મેચમાં 228 નંબરની જર્સી પહેરવાનું પસંદ કરે છે. હકીકતમાં હાર્દિકની આ ટીશર્ટ નંબરનું ખાસ રાઝ છે. હાર્દિકનો સર્વાધિક સ્કોર 228 રન છે, જે તેણે 2009મા વિજય મર્ચેન્ટ ટ્રોફીમાં બનાવ્યો હતો. આ કારણે તે પોતાનો લકી નંબર માને છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પણ યુક્તિઓમાં વિશ્વાસ ધરાવે છે. તે મેચ પહેલા કોફી મંગાવીને જરૂર પીવે છે. સાથે બેટિંગ માટે જતા સમયે હંમેશા જમણા પગને મેદાન પર પહેલા રાખે છે. ત્યારબાદ તે મેદાનના એક ખાસ ખુણાને જુએ છે, જેને જોઈને તેને સારૂ લાગે. આવો ખુણો મળ્યા બાદ તે બેટિંગ કરતા સમયે વારંવાર તે ભાગને જોયા રાખે છે. લગ્ન બાદ તેણે મેચ પહેલા પોતાની પત્ની રિતિકા સજદેહને ફોન કરવાની યુક્તિ પણ શરૂ કરી દીધી છે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીના કરિયરમાં 7 નંબરની યુક્તિ ખુબ મહત્વ રાખે છે. 7 જુલાઈએ જન્મેલો ધોની આ નંબરને પોતાના માટે લકી માને છે. આ કારણે ટીમ ઈન્ડિયાની 1 નંબરની જર્સી મળવા છતા પતાના માટે 7 નંબર પસંદ કર્યો હતો.

વિશ્વભરના બેટ્સમેનનો પોતાની દમદાર બોલિંગથી ડરાવનાર ડેલ સ્ટેન પણ યુક્તિનો પ્રયોગ કરે છે. આરસીબીનો આ ફાસ્ટ બોલર મેદાન પર ઉતરવા સમયે સૌથી પહેલા પોતાનો ડાબો પગ રાખે છે. સ્ટેનનું માનવું છે કે આમ કરવાથી તેનું લક સારૂ રહે છે.

(5:23 pm IST)