પ્રથમ વખત લવબર્ડસ જાહેરમાં
અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મમાં રાહુલ અને અથિયા શેટ્ટી
નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડ એકટ્રેસ અથિયા શેટ્ટીનો એકસપ્રેશન-એ-લવ પહેલીવાર દુનિયાની સામે આવ્યો છે. રાહુલ અને અથિયા તેમના ભાઈ અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં હાજરી આપવા માટે પહેલીવાર જાહેરમાં આવ્યા હતા.
બંનેને સ્ટેજ પર એકસાથે જોઈને ચાહકોના મન પરથી તેમના સિક્રેટ અફેર પરથી પડદો હટી ગયો. અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા ભારતીય ઓપનર રાહુલનો હાથ પકડીને સ્ટેજ પર પહોંચી અને પાપારાઝીને હસતાં હસતાં પોઝ આપ્યા. આ દરમિયાન બંનેના ચહેરા પર ઘણી ખુશી જોવા મળી હતી. અથિયાના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ પ્રીમિયરમાં રાહુલ ઉપરાંત અથિયાના માતા અને પિતા સુનીલ શેટ્ટી પણ હાજર હતા. રાહુલ અને અથિયાને પહેલીવાર દુનિયાની સામે એકસાથે જોયા બાદ ફેન્સ પણ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા નથી.