ખેલ-જગત
News of Tuesday, 4th January 2022

અમ્પાયરે રાહુલને ચેતવણી આપતા માફી માંગી

 નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા પહેલા દિવસે લંચ પહેલા બેટિંગ કરી રહી હતી ત્યારે કેએલ રાહુલે મોટી ભૂલ કરી હતી. વાસ્તવમાં કાગિસો રબાડા ઇનિંગની ૫ાંચમી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર, રબાડાએ એકશન લેતા જ રાહુલ તરત જ પાછળ હટી ગયો.  એવું લાગી રહ્યું હતું કે રાહુલ આ બોલ રમવા માટે તૈયાર નથી.  જોકે, રાહુલે રબાડાને ખૂબ મોડેથી રોક્યો હતો.  જે બાદ તેણે માફી પણ માંગવી પડી હતી.  અમ્પાયરે રાહુલને ચેતવણી પણ આપી હતી.

(2:35 pm IST)