ખેલ-જગત
News of Tuesday, 4th January 2022

રોહિત, ધવન, ભુવીની ટ્રેનિંગ

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ શિખર ધવન, રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમારની ટ્રેનિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ધવન અને ભુવનેશ્વર ફરીથી આફ્રિકામાં વન-ડે સિરીઝમાં  જોવા મળશે. ઝડપી બોલર ભુવનેશ્વરકુમાર પણ વન-ડે શ્રેણીમાં ફરી રમતા જોવા મળશે. હાલમાં જ આ બંને ખેલાડીઓ રોહિત શર્મા સાથે ટ્રેનિંગ કરતા જોવા મળ્યા હતા. ધવને આ બંને સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધવને તેના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે રોહિત અને ભુવી પણ છે. આ ફોટો સાથે તેણે એક રસપ્રદ કેપ્શન લખ્યું છે. ટીમ ઈન્ડિયાના આ ત્રણેય ખેલાડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

(2:34 pm IST)