ખેલ-જગત
News of Tuesday, 4th January 2022

ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકાએ મંગળવારે અહીં ચાલી રહેલી સમર સેટ ટેનિસ ટૂર્નામેન્ટમાં એલાઇઝ કોર્નેટ સામે 6-4, 3-6, 6-3થી જીત મેળવીને 2022 સીઝનની શરૂઆત કરી હતી.ઓસાકા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ પ્રથમ વખત રોડ લીવર એરેનામાં પરત ફરી હતી. સપ્ટેમ્બરમાં યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં લીલાહ ફર્નાન્ડિસ સામે હાર્યા બાદ તે તેની પ્રથમ મેચ હતી.ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ અઠવાડિયે મેલબોર્નમાં બે WTA ટૂર્નામેન્ટ અને એક ATP ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. એડિલેડમાં ATP અને WTA ટૂર્નામેન્ટ ચાલી રહી છે. એટીપી કપ સિડનીમાં રમાઈ રહ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી અન્ય ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જેસિકા પેગુલાએ ઈરિના કેમેલીયા બેગુને 7-6(6), 6-3થી હરાવ્યા.

 

(7:27 pm IST)