ખેલ-જગત
News of Tuesday, 4th May 2021

બાંગ્લાદેશનો બેટસમેન અનોખી રીતે આઉટ થયો

નવીદિલ્હીઃ શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં બાંગલાદેશનો તેજુલ ઈસ્લામ એક અનોખી કે દુર્ભાગ્ય રીતે આઉટ થનાર ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થયો છે. પહેલી ઇનિંગ્સમાં ૯ રન બતાવીને રમી રહ્યો હતો ત્યારે પેસબોલર સુરંગા લકમકના એક બોલમાં બેકફુટ પર આવીને રમવા જતી વખતે તેના પગમાંથી શૂઝ નીકળીને સ્ટમ્પને વાગતાં બેલ્સ પડી ગઈ હતી. તેજુલને હિટ-વિકેટ આઉટ અપાયો હતો. આ આખી ઘટના સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ હતી. તૈજુલને તો થોડો સમય ખબર જ ન પડી કે શું થયું અને પછી શૂઝ પહેરીને પેવિલિયન પાછું ફરવું પડ્યું હતું.

(4:09 pm IST)