ખેલ-જગત
News of Tuesday, 4th May 2021

આઇસીસી દ્વારા વન-ડે રેન્કીંગ જોહેરઃ ન્યુઝીલેનડની ટીમ પ્રથમ સ્થાનેઃ ભારતીય ટીમ ઍક સ્થાનના નુકશાન સાથે ત્રીજો ક્રમે પહોંચી ગઇ

દુબઈઃ આઈસીસીએ સોમવારે તાજો વનડે રેન્કિંગ જોહેર કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ નવા રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમે બાંગ્લાદેશને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું, તેનો ફાયદો મળ્યો છે. આ સિરીઝ પહેલા સુધી તે ત્રીજો સ્થાને હતી. ભારતીય ટીમ એક સ્થાનના નુકસાન સાથે ત્રીજો ક્રમે પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશને હરાવવાથી ન્યૂઝીલેન્ડને ત્રણ પોઈન્ટનો ફાયદો થયો છે. હવે તેના કુલ 121 પોઈન્ટ થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ અને ભારતને પછાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

આરોન ફિન્ચની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમ 118 પોઈન્ટ સાથે બીજો સ્થાને પહોંચી ગઈ છે. તો ભારત 115 પોઈ્ટ સાથે ત્રીજો સ્થાને ખસી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી વનડે સિરીઝ ડિસેમ્બરમાં ભારત સામે રમી હતી, જેમાં તેને 2-1થી જીત મળી હતી.

ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર હતી. ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં તેણે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. છ પોઈન્ટના ઘટાડા સાથે હવે ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડની પાસે પણ ભારતની બરાબર 115 પોઈન્ટ છે. પરંતુ તે દશકઅંકનના અંતરને કારણે ભારત બાદ ચોથા સ્થાને છે.

ટોપ-10મા અન્ય ટીમોની વાત કરવામાં આવે તો શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી હાર્યા બાદ નવમાં સ્થાને ખસી ગઈ છે.

(5:00 pm IST)