ખેલ-જગત
News of Monday, 4th July 2022

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ બુમરાહના કર્યા વખાણ

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટિંગ લેજન્ડ બ્રાયન લારાએ રવિવારે ભારતના ટેસ્ટ કેપ્ટન જસપ્રિત બુમરાહની એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવા બદલ વખાણ કર્યા હતા. બ્રાયન લારાનો રેકોર્ડ એક ઓવરમાં 28 રનનો હતો પરંતુ બુમરાહે એક ઓવરમાં 29 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યોર્જ બેઈલી અને કેશવ મહારાજના નામે પણ એક ઓવરમાં 28 રન બનાવવાનો રેકોર્ડ હતો.બુમરાહે શનિવારે કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં લારાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 29 રન બનાવ્યા હતા. બ્રોડે આ ઓવરમાં પાંચ વાઈડ ફેંક્યા અને એક ઓવરમાં 35 રન આપીને નો બોલ આપ્યો.બ્રોડે 35 રન આપ્યા, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ભારતે 84.5 ઓવરમાં 416 રન બનાવ્યા હતા, જ્યાં બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે જ સમયે ઋષભ પંતે 146 રન અને જાડેજાએ 104 રન બનાવ્યા હતા.

(6:15 pm IST)