ખેલ-જગત
News of Friday, 4th September 2020

૧૦મી નવેમ્બરે IPLનો ફાઈનલ?: શેડ્યુલની ગમે ત્યારે ઘોષણા

ચેન્નાઈના ૧૩ અને બીસીસીઆઈના એક સભ્યને કોરોના આવતા શેડ્યુલ જાહેર કરવામાં વિલંબ : ગાંગુલી

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને શરૂ થવામાં હવે ફકત ૧૫ દિવસનો સમય બાકી રહી ગયો છે. પરંતુ ફટાફટ ક્રિકેટના મહાકુંભના શિડ્યૂલની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવે તેવી શકયતા છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આઇપીએલના શિડ્યૂલને જાહેર કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પરંતુ આઇપીએલ ફેંચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સના ૧૩ સભ્યોને કોરોના પોઝિટિવ આવતાં તેમાં મોડું થયું હતું. એવામાં હવે આ ફાઇનલ થઇ ગયું છે કે બીસીઆઇ તરફથી ગમે ત્યારે આઇપીએલ ૧૩ના ફૂલ  શિડ્યૂલની જાહેરાત થશે.

આ ટૂર્નામેન્ટ માટે તમામ ટીમો સંયુકત અરબ અમીરાત (UAE) પહોંચી ચૂકી છે અને તે કોરોના વાયરસના સુરક્ષાની વ્યવસ્થાના આધારે બાયો સિકયોર બબલ હેઠળ પ્રેકિટસ પણ કરી રહ્યા છે.

જોકે બીસીસીઆઇએ આઇપીએલ ૨૦૨૦ના ઉદઘાટન મેચ અને ફાઇનલ મુકાબલાની તારીખોની જાહેરાત પહેલાં જ કરી દીધી હતી. જેથી આધાર પર ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ મેચ રમાશે. જયારે ખિતાબી મુકાબલો ૧૦ નવેમ્બરના રોજ હશે. આ સાથે જ યૂએઇના મેદાન અબુધાબી, દુબઇ અને શારજહાંમાં આ ૧૩જ્રાક સીઝનનો મુકાબલો આયોજિત કરવામાં આવશે. આ સાથે જ આ વર્ષ આઇપીએલમાં ૧૦ ડબલ હેડર પણ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે આઇપીએલ ૨૦૨૦ના પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.

(11:33 am IST)