ખેલ-જગત
News of Friday, 4th September 2020

હું મનપ્રીત જેવો હોકી ખેલાડી બનવા માંગુ છું : હાર્દિક

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમના મિડફિલ્ડર હાર્દિક સિંહે કહ્યું છે કે તે આગામી વર્ષોમાં મનપ્રીત સિંહ જેવા સારા ખેલાડી બનવા માંગે છે. મિડફિલ્ડર હાર્દિકે સિનિયર ટીમ માટે અત્યાર સુધી માત્ર 37 મેચ રમી છે, પરંતુ તે રાષ્ટ્રીય ટીમ માટે કેટલીક મહત્વપૂર્ણ મેચ જીતવાનો ભાગ બની ચૂક્યો છે. 21 વર્ષીય હાર્દિકે એફઆઈએચ મેન્સ સિરીઝ ફાઈનલ 2019 માં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં મદદરૂપ બન્યું હતું. તે ભારતીય ટીમનો પણ ભાગ હતો જેણે ગયા વર્ષે એફઆઇએચ હોકી ઓલિમ્પિક ક્વોલિફાયરમાં રશિયાને હરાવી હતી.

(5:31 pm IST)