ખેલ-જગત
News of Friday, 4th December 2020

ઇંગ્લેન્ડની ટીમ સૌથી શકિતશાળી કોઇને પણ હરાવી શકીએ

અમે શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છીએ : સ્ટોકસ

નવી દિલ્હી,તા. ૪: સાઉથ આફ્રિકાને ટી-૨૦ સિરીઝમાં કિલન સ્વીપ આપ્યા બાદ ઇંગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોકસનું કહેવું છે કે સાથે મળીને ટીમ ઘણી આગળ વધી શકે છે.

સ્ટોકર્સ કહ્યું કે, ઘણી વારએ વિચારીને ડર લાગે છે કે સાથે મળીને જો આ ટીમ રમે તો એ ભવિષ્યમાં કયાં પહોંચશે. અમને અમારી ક્ષમતા પર પુરેપુરો ભરોસો છે અને અમે અમારા પર ધ્યાન આપીએ છીએ. સામેની ટીમના પણ અમે સારા-નરસા પાસાને ધ્યાનમાં રાખીએ છીએ. પણ અમારૂ મુળ ધ્યાન અમારા પર જ હોય છે. જેથી કરીને અમે પોતાના પર જ પ્રેશર લેતા હોઇએ છીએ. અમે જાણીએ છીએ કે અમે અમારી શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમે કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ. મને આમ કહેવામાં જરાય ઘમંડ નથી પણ એ વાસ્તવિકતા છે.

(12:57 pm IST)