ખેલ-જગત
News of Wednesday, 5th May 2021

BCCIને ૧ હજાર કરોડનો દંડ ફટકારો

એડવોકેટ વંદના શાહે મુંબઈ હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી : અથવા તો એટલા જ રૂપિયાના ઓકિસજન કે દવાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ

દેશમાં કોરોનાની સ્થિતિ બગડતા આઈપીએલ મોકૂફ રાખવામાં આવી છે. જો કે આ નિર્ણય પહેલા બોમ્બે હાઈકોર્ટના એક વકીલ વંદના શાહે ભારતીય ક્રિકેટ બોર્ડ પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો દંડ લગાડવાની યાચિકા કોર્ટમાં દાખલ કરી છે.

આ યાચિકા મુજબ ક્રિકેટ બોર્ડે આ કોરોના કાળમાં જેટલી કમાણી કરી છે એટલો અથવા ૧૦૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે અથવા તો એટલા જ રૂપિયાના ઓકિસજન અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવે એવી માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાના વ્યવહારને લીધે દેશવાસીઓની બિનશરતી માફી માગે એવી પણ માંગણી કરવામાં આવી છે. પોતે રમત - ગમતની પ્રશંસક હોવા છતાં કોરોના કાળમાં રમત કરતા લોકોના જીવન વધારે મહત્વના હોવાનું કહીને સ્મશાનોને વ્યવસ્થિત કરવાની માગણી પણ વંદના શાહે કરી છે.

(3:49 pm IST)