News of Tuesday, 6th December 2022
ઘરમાં લૂંટના થયાના સમાચાર મળતા બ્રિટિશ ફુટબોલર કતારથી તરત રવાના થઇને ઇંગ્લેન્ડ પાછો આવી ગયો
વર્લ્ડકપમાં કવોર્ટર ફાઇનલમાં પહોંચી ગયેલી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડી રહીમ સ્ટર્લિગ ઇંગ્લેન્ડમાં સરે કાઉન્ટીમાં રહે છે અને શનિવારે તેના ઘરમાં ઘરફોડુઓ ઘુસી આવેલા અને ઘરમાં લૂંટ ચલાવી હોવાની જાણ થતા સ્ટર્લિગ કતારથી ઇંગ્લેન્ડ જવા રવાના થયો હતો. તેને ત્રણ બાળકો છે અને ચોરી થઇ ત્યારે ઘરમાં કોઇ નહોતું એમ સરેની પોલીસ તેને જણાવ્યુ હતું. લૂટારાઓ જવેલરી અને મોંઘી ઘડિયાળ ઉપાડી ગયા હોવાનું પણ સ્ટર્લિગને જાણવા મળ્યુ છે.
(4:39 pm IST)