News of Tuesday, 6th December 2022
મેસીને કવોર્ટર ફાઇનલનું હરીફ નેધરલેન્ડ્સ ખૂબ ટફ લાગી રહ્યું છે
લિયોનેલ મેસી(ડાબે) ની આર્જેન્ટિનાની ટીમ આ વખતે કરોડો ચાહકોની પ્રાર્થનાના બળે જ ટ્રોફી જીતશે એવું લાગી રહ્યું છે. કારણ કે મેસીનો આ કદાચ અંતિમ વર્લ્ડ કપ હશે. જોકે ખુદ મેસીનુ માનવું છે કે ‘શુક્રવાર' નેધરલેન્ડ્સ સામેની ક્વોર્ટર ફાઇનલ ખૂબ સંઘર્ષભરી બની રહેશે. કારણ કે એ બહુ સારી ટીમ છે. એ આ વિશ્વકપની બેસ્ટ ક્વોર્ટર ફાઇનલ બની રહેશે તો નવાઇ નહીં લાગે.' નેધરલેન્ડ્સની ટીમ (જમણે) એ શનિવારે અમેરિકાને પ્રી-ક્વોર્ટર ફાઇનલમાં અમેરિકાને ૩-૧થી હરાવીને ક્વોર્ટરમાં એન્ટ્રી કરી હતી. આર્જેન્ટિના બે વાર ચેમ્પિયન બન્યું છે, જ્યારે નેધરલેન્ડ્સ ત્રણ વખત રનર-અપ રહ્યું છે.
(5:40 pm IST)