ખેલ-જગત
News of Friday, 7th May 2021

ઓલિમ્પિક રમનારા ભારતના નિશાનેબાજો, કોચ અને અધિકારીઓએ વેકસીન લીધી

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧માં જનારા ભારતના ઘણા નિશાને બાજો, કોચ અને અધિકારીઓએ  કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. નિશાનેબાજોને ૧૧ મે ના રોજ યુરોપીયન ચેમ્પિયનશિપ માટે ક્રોએશિયા જવા રવાના થતા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ લગાવવામાં આવ્યો છે.

 ભારતીય રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે, બધા જ નિશાનેબાજોને આજે કોરોનાની રસી લગાવવામાં આવી છે. કેટલાક લોકોએ દિલ્હીમાં તો કેટલાક લોકોએ પોતાના જ શહેરમાં કોરોનાની રસી લઇ લીધી છે.

 ભારતીય ટીમના કેટલાક સભ્યોએ ગત મહિને જ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો હતો. જેમાં મનુ ભાકર   અને અંજુમ મુદ્દગિલનો સમાવેશ થાય છે. મનુ ભાકરે હરિયાણાના ઝજ્જરમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસી લગાવી હતી. તો કોચમાં સમરેશ જંગ, સુમા શિરૂર અને દીપાલી દેશપાંડેએ ગત મહિને જ કોરોનાની રસી લગાવી હતી.

 ભારતીય નિશાનેબાજ ૨૦ મેથી ૬ જુન સુધી યુરોપિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવા અને જગરેબથી સીધા જાપાન ખાતે ઓલિમ્પિક માટે ટોક્યો રવાના થશે. 

(12:48 pm IST)