ખેલ-જગત
News of Friday, 7th May 2021

બેડમિંટન: મલેશિયા ઓપન સ્થગિત : ભારતને મળી નિરાશા

નવી દિલ્હી: મલેશિયા ઓપન સુપર 750 બેડમિંટન ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે અને હવે તે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ નહીં હોય. વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) એ શુક્રવારે આ માહિતી આપી. આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ હતી. મુલતવી રાખ્યા બાદ કિદામ્બી શ્રીકાંત અને સાઇના નેહવાલની લાયકાતની ભારતની આશાને આંચકો લાગ્યો છે. બીડબ્લ્યુએફએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે રીશેડ્યુલ ટુર્નામેન્ટ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ વિંડો નહીં હોય. નવી ટુર્નામેન્ટની તારીખોની જાહેરાત પછી કરવામાં આવશે.

(6:09 pm IST)