ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર બોલ્ટ
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર નીકળી શકે છે. બોલ્ટ આઈપીએલમાં રમવા માટે ભારતમાં હતો અને ટૂર્નામેન્ટની મધ્યમાં મુલતવી રાખ્યા બાદ તે ઇંગ્લેન્ડને બદલે ઘરે પરત આવ્યો હતો.ન્યુઝીલેન્ડે એક નિવેદન બહાર પાડીને પુષ્ટિ આપી હતી કે બોલ્ટ ઇંગ્લેન્ડ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ તે સાઉથેમ્પ્ટન ખાતે 18 જૂનથી ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાજર થઈ શકશે.ન્યુઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, "ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ તેના પરિવારને મળવા તેના ઘરે પહોંચ્યો છે. પરંતુ તે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા ટીમમાં જોડાશે."આઈપીએલમાં બોલ્ટ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો.