કાઉન્ટીમાં 17 સિક્સર ફટકારીને સ્ટોક્સે રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચના બીજા દિવસે ડરહામ માટે રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી, જેમાં ઓલરાઉન્ડરે 17 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટોક્સની વિસ્ફોટક બેટિંગને કારણે ડરહામે 580/6 પર તેમની ઇનિંગ ડિકલેર કરી હતી, જેમાં સ્ટોક્સે 88 બોલમાં 161 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં વોર્સેસ્ટરશાયર 169 રનમાં છ વિકેટ ગુમાવી ચૂક્યું છે.સ્ટોક્સે ગ્લુસેસ્ટરશાયર અને એસેક્સ માટે અનુક્રમે ઓસ્ટ્રેલિયાના એન્ડ્રુ સાયમન્ડ્સ (1995) અને ઈંગ્લેન્ડના ગ્રેહામ નેપિયર (2011)ને પાછળ છોડીને 17 છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો હતો.સ્ટોક્સે જોશ બેકરની એક ઓવરમાં 34 રન બનાવ્યા હતા. સુપ્રસિદ્ધ ક્રિકેટર અને ડરહામના અધ્યક્ષ ઇયાન બોથમ પ્રદર્શનના સાક્ષીઓમાં સામેલ હતા.