ખેલ-જગત
News of Monday, 7th September 2020

લાઇન્સ વુમનને બોલ મારવાના મુદ્દે ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને US ઓપનમાંથી બહાર કરાયો

તેણે આ માટે ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી : ઘટનાને ખૂબ જ દુ:ખદ અને ખોટી ગણાવી

નવી દિલ્હી : વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને US ઓપનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. યુએસ ઓપનનાં પ્રિ ક્વાર્ટર ફાઇનલ દરમિયાન હતાશામાં લાઇન્સવુમનને બોલ મારવાને કારણે તેને ટુર્નામૅન્ટ છોડવી પડી હતી. બાદમાં તેણે આ માટે ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી. જોકોવિચે આ ઘટનાને ખૂબ જ દુ:ખદ અને ખોટી ગણાવી હતી.

જોકોવિચ મામલે અમેરિકા ટેનિસ સંઘે પણ નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ગ્રાન્ડ સ્લેમમાં એ નિયમ છે કે કોઈ ખેલાડી કોઈ અધિકારી કે દર્શકને ઈજાગ્રસ્ત કરે છે તો તેના પર દંડ લાગવાની સાથે જ હકાલપટ્ટી કરી દેવાય છે. મહિલા અધિકારીને બોલ મારવાને કારણે મેચ રેફરીએ તેને દોષી ગણ્યો હતો.

નિયમો અનુસાર, જોકોવિચ યુ.એસ. ઓપનના પ્રી-ક્વાર્ટર મેચમાં પહોંચવામાં જેટલી રકમ મેળવશે તે દંડ તરીકે કાપવામાં આવશે. જોકોવિચની ભૂલ માટે તેમનો રેન્કિંગ પોઇન્ટ પણ ઘટાડવામાં આવશે.

(12:47 pm IST)