ખેલ-જગત
News of Wednesday, 8th December 2021

એશીઝ જંગ : કમિન્સના તરખાટ સામે ઈંગ્લેન્ડ ઝૂક્યુ : ૧૪૭ રનમાં ઓલઆઉંટ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી એશીઝ જંગનો પ્રારંભ થયો છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી દાવ લેતા તેનો ધબડકો વળી ગયો છે. પેટ કમીન્સે કાતિલ બોલીંગ નાખી ૫ વિકેટ ઝડપી છે તો સ્ટાર્ક - હેઝલવૂડે ૨-૨ અને ગ્રીને ૧ વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડની અડધી ટીમ તો બે આંકડે પણ પહોંચી શકી નથી. ઈંગ્લેન્ડ ૫૦.૧ ઓવરમાં ૧૪૭ રનમાં ઓલઆઉંટ થયુ છે.

 

(11:13 am IST)