ખેલ-જગત
News of Wednesday, 9th September 2020

આવતા વર્ષે ટોક્યો ઓલિમ્પિક નિર્ધારિત સમયે યોજવા IOC અડગ : ધમધમાટ શરૂ

જાપાન કોઈપણ સંજોગોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી ( IOC ) અને જાપાની આયોજકો લોકોને ખાતરી આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે, કોવિડ -19 રોગચાળો હોવાને લઇને એક વર્ષ માટે મુલતવી રાખેલ હતો પરંતુ હવે ટોક્યો ઓલિમ્પિક આવતા વર્ષે જરુર યોજાશે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ વર્ષે જુલાઈથી ઓગસ્ટની વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક 2020ને એક વર્ષ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો 

ટોક્યો આયોજક સમિતિના સીઈઓ તોશીરો મુટોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રસી વિના પણ રમતનું આયોજન થઈ શકે છે. તે જ સમયે, ટોક્યો ઓલિમ્પિક માટે જવાબદારી નિભાવી રહેલા IOC સભ્ય જ્હોન કોટ્સે પણ આ અઠવાડિયે કહ્યું હતું કે, રોગચાળો હોવા છતાંય રમતો નુ આયોજન યોજવામાં આવશે. આમ હવે તે બાબત હવે સ્પષ્ટ થઇ ચુકી છે કે જાપાન કોઈપણ સંજોગોમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે.

  હાલમાં જાહેર સર્વેક્ષણો માં જાપાનીઝ લોકો અને વેપારી સમુદાયોએ રમતોનું આયોજન કરવા અંગે આશંકા પણ વ્યક્ત કરી હતી. આયોજન સમિતિના પ્રવક્તા માસા તાકાયાએ કહ્યુ હતુ કે અમે તમને કહી શકીએ કે IOC ટોક્યોમાં 32 મી ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમજ અમે આ દીશામાં મજબુતાઇથી પગલા ભરી રહ્યા છીએ

 અત્રે ઉલ્લેખનિય છે કે ટોક્યો સિટી, જાપાનની સરકાર અને ટોક્યો ઓલિમ્પિક અધિકારીઓએ ગયા અઠવાડિયે કોવિડ -19 ને રોકવા અને પગલાં લેવા માટે બેઠક યોજી હતી.

(11:59 am IST)