ખેલ-જગત
News of Thursday, 10th September 2020

આઇસીસી ટી-ર૦ રેકીંગઃ ઓસ્ટ્રેલીયા નંબર વન બનીઃ ડેવીડ મલાન ટોપ બેટસમેન

ભારતના રાહુલ ચોથા અને કોહલી નવમા સ્થાને

સીડનીઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પુરી થયેલ ટી-ર૦ સીરીઝ બાદ આઇસીસી રેન્કીંગમાં મોટા ફેરફારો થયા છે. ત્રીજા ટી-ર૦માં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલીયા સામે હારતા નંબર ૧નો તાજ છીનવાયો હતો. જયારે સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ડેવીડ મલાન પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી નંબર વન બેટસમેન બન્યો છે.

ભારતના બે સ્ટાર ખેલાડી કે.એલ.રાહુલ અને કેપ્ટન વિરાટ ટોપ-૧૦ માં છે. રાહુલ બે સ્થાનની નુકશાની સાથે ચોથા સ્થાને છે. જયારે કોહલી ૯માં નંબરે છે.

(12:45 pm IST)