News of Tuesday, 11th January 2022
અજાઝ પટેલ બન્યો ‘પ્લેયર ઓફ ધ મન્થ'
તાજેતરમાં વાનખેડેમાં ભારત સામેની ટેસ્ટના એક દાવમાં તમામ ૧૦ વિકેટ લેનાર ન્યુ ઝીલેન્ડનો સ્પિનર અજાઝ પટેલ આઇસીસી પ્લેયર ઓંફ ધ મન્થ અવોર્ડનો વિજેતા ઘોષિત થયો છે. મયંક અગરવાલ અને મિચલ સ્ટાર્ક પણ આ પુરસ્કાર માટેના દાવેદાર હતા. આઇસીસી વોટિંગ એકૅડેમીના મેમ્બર જે. પી. ડુમિનીએ અજાઝની પ્રશંસા કરતાં કહ્યું કે તેણે એવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે જે ક્રિકેપ્રેમીઓને વર્ષો સુધી યાદ રહેશે.
(2:57 pm IST)