ખેલ-જગત
News of Monday, 12th April 2021

ઈજાના કારણે રીયલના બોલરોએ સિઝનની બાકીની મેચો નહીં રમે

મુંબઈ: રીઅલ મેડ્રિડે એફસી બાર્સેલોના પર તેમની 2-1ની જીતની કિંમત આ સમાચાર સાથે ચુકવી દીધી કે તેમનો વિંગર લુકાસ વાઝક્વેઝ ઘૂંટણની ઈજાને કારણે બાકીની સિઝનમાં રમી શકશે નહીં. જમણા-બેક તરીકે સારુ પ્રદર્શન કરનાર વાઝક્વેઝે કરીમ બેન્ઝેમા માટે બાર્સેલોના સામે ગોલ નોંધાવી હતી. વિરામ પહેલાં જો કે સેર્ગીયો બાસ્ક્વિટ્સ સાથેના ટકરામણ પછી તેને અલ્વારો ઓર્ડિઓઝોલા દ્વારા બદલવામાં આવ્યો. રવિવારે થયેલ પરીક્ષણોમાં તેના જમણા ઘૂંટણની ગંભીર ઈજા થઈ, જે સામાન્ય થવામાં લગભગ બે અઠવાડિયા લે છે. આવી સ્થિતિમાં બાકીની મોસમમાં રમવું શક્ય નથી.

(5:20 pm IST)