News of Friday, 12th August 2022
હવે સિંધુ, સેન, શ્રીકાંતનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ
ટોકયોમાં ૨૨ ઓગષ્ટે શરૂ થતી સ્પર્ધા જીતનાર કહેવાશે વર્લ્ડ ચેમ્પિયન
નવી દિલ્હીઃ બર્મિગહેમની કોમનવેલ્થ ગેમ્સમાં બેડ્મિન્ટનની સ્પર્ધામાં પહેલી વાર ગોલ્ડ મેડલ જીતનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પી.વી.સિંધુ, મેન્સ સિંગલ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર લક્ષ્યસેન અને બ્રોન્ઝ જીતનાર કિદામ્બી શ્રીકાંત તેમ જ ભૂતપૂર્વ નંબર-વન સાઇના નેહવાલ સહિતના ભારતીય ખેલાડીઓ સોમવાર, ૨૨ ઓગષ્ટે જપાનના પાટનગર ટોકયોમાં શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
(3:55 pm IST)