ખેલ-જગત
News of Friday, 12th August 2022

રિષભ પંતે એકટ્રેસ ઉર્વશી પર ભડકીને જવાબમાં લખ્‍યું:‘મેરા પીછા છોડો,બહન'

અભિનેત્રીએ ખોટા દાવા કર્યા એટલે રક્ષાબંધનના દિવસે વિકેટકીપરે ધારદાર લખીને સ્‍ટોરી ડિલીટ કરી

નવી દિલ્‍હીઃ તાજેતરનો એક ઇન્‍ટરવ્‍યું વાઇરલ થયો છે જેમાં તેણે ‘મિસ્‍ટર RPએવો ઉલ્લેખ કર્યો એટલે રિષભ પંતના ચાહકોએ શોર્ટ ફોર્મને પંતના નામ સાથે જોડી રહ્યા છે, જોકે ઉર્વશી રાઉતેલાનો દાવો પણ કંઇક વિચિત્ર છે. તેણે મુલાકાતમાં કહ્યું.‘જયારે હું વારાણસીમાં શૂટિંગ માટે ગઇ હતી ત્‍યારે ‘મિસ્‍ટર RP'મને મળવા આવ્‍યો હતો. તે લોબીમાં મારી રાહ જોતો રહ્યો, પણ હું તો સૂઇ ગઇ હતી, તેને મળી ન શકી. પછીથી મે મોબાઇલમાં જોયું કે એમા ૧૭ મિસ્‍ટ-કોલ હતા. મે કોલબેકમાં કહ્યું કે તુ મુંબઇ આવીશ ત્‍યારે તને જરૂર મળીશ. પછીથી અમે મુંબઇમાં મળ્‍યા પણ ખરાં, પરંતુ ત્‍યાં સુધીતો મીડિયામાં કંઇકેટલીયે વાતો થઇ ચૂકી હતી.'

રિષભ પંતના ફેન્‍સના જણાવ્‍યા મુજબ ઇન્‍સ્‍ટાગ્રામ પર પંતે સ્‍ટોરીમાં જણાવેલું, ‘કેટલાક લોકો  મજા માટે જુઠ્ઠુ બોલતા હોય  છે જેથી તે ન્‍યુઝમાં ચમકતા રહે. કેમ માટે લોકો કેટલા બધા ભૂખ્‍યા છે એ જોઇને મને બહુ દુઃખ થઇ   રહ્યુ છે.'આવુ લખ્‍યા પછી રિષભ પંતે ઉમેર્યુ. ‘મેરા પીછા છોડો, બહન...જૂઠ કી ભી કોલ સીમા હોતી હૈ'

જોકે પંતે પછીની ઇન્‍સ્‍ટાગ્રામ પરની આ સ્‍ટોરી ડિલીટ કરી નાખી હતી.

(3:54 pm IST)