News of Monday, 13th June 2022
દરજીનો પુત્ર આદિલે કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સાઇકિલંગનો ગોલ્ડ જીત્યો
નવીદિલ્હીઃ શ્રીનગરમાં રહેતા દરજી પિતાના પુત્ર આદિલ અલ્તાફે પંચકુલામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સાઇકિલંગની હરીફાઇમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. તે ૭૦ કિલોમીટરની રોડ-રેસ જીત્યો હતો. આગલા દિવસે તે ૨૮ કિલોમીટરની રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
(2:47 pm IST)