ખેલ-જગત
News of Saturday, 13th August 2022

કોચ લક્ષ્મણ અને કેપ્ટન રાહુલની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે જવા રવાના

 

તા.૧૮, ૨૦, ૨૨ના ત્રણ મેચોની વન–ડે સિરીઝઃ ભારતીય સમય મુજબ બપોરેે ૧૨.૪૫થી મુકાબલો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે રવાના થઇ ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓએ તસવીરો શેર કરી છે. જેમાં કોચ વીવીએસ લક્ષ્મણ, સંજુ સેમસન સહિત જોવા મળી રહ્યા છે. રાહુલને શિખર ધવનની જગ્યાએ આ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, મોહમ્મદ સિરાજ પણ જોવા મળતા હતા.

ભારતીય ટીમઃ કેએલ રાહુલ(કેપ્ટન), શિખર ધવન(વાઇસ કેપ્ટન), રૃતુરાજ ગાયકવાડ, સુહમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (ડબ્લ્યુકે), સંજુ સેમસન (ડબ્લ્યુકે), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર

ઝિમ્બાબ્વે ટીમઃ એબરલ રાયન, ચકબ્વા રેગિસ (સી), ચિવાંગા તનાકા ઇવાન્સ બ્રેડલી, જોંગવે લ્યુક, કૈયા ઇનોસન્ટ, કૈતાનો ટાકુડવાનસે, મદાન્ડે કલાઇવ, મધવેરે વેલ્સી, મારુમાની તાદીવાનેસે, મસારા જોન, મુન્યોંગા ટોની, વિચરર વિચર, એન. એલેકઝાન્ડર, શુમ્બા મિલ્ટન, તિરિપાનો ડોનાલ્ડ

(3:26 pm IST)