ખેલ-જગત
News of Friday, 14th May 2021

રમેશ પવારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ભારતીય મહિલા સિનિયર ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રમેશ પવારની નિમણૂક કરી છે. બીસીસીઆઈએ પોસ્ટ માટે જાહેરાત કરી હતી અને જેના માટે તેને 35 થી વધુ અરજીઓ મળી હતી. સુલક્ષણા નાઈક, મદન લાલ અને રૂદ્ર પ્રતાપસિંઘની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિએ અરજદારોનો ઇન્ટરવ્યુ લીધો હતો અને એકમત રીતે પવારની ઉમેદવારી માટે સંમતિ આપી હતી. ભારત તરફથી બે ટેસ્ટ અને 31 વનડે મેચ રમનાર પવાર અગાઉ જુલાઈ 2018 થી નવેમ્બર 2018 સુધી મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. તેમના અંતર્ગત ભારતીય ટીમે 2018 માં આઈસીસી મહિલા ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને સતત 14 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ જીતી હતી.

(6:20 pm IST)