ખેલ-જગત
News of Thursday, 14th October 2021

શાર્દુલ ઠાકુરની ૧૫ સભ્યોની ટીમમાં એન્ટ્રીઃ અક્ષર પટેલનું સ્થાન લીધુ

હાર્દિક સંપૂર્ણપણે ફીટ ન હોય ટીમમાં સ્થાનઃ બીસીસીઆઈનું ટ્વીટ

નવી દિલ્હીઃ ટી ૨૦ વર્લ્ડ કપ શાર્દુલ ઠાકુરને ભારતની ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે અક્ષર પટેલની જગ્યા લીધી છે. અક્ષરને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં મૂકવામાં આવ્યો છે.

ટીમમાં આ ફેરફાર હાર્દિક પંડ્યાની ફિટનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી. તેણે આઈપીએલમાં પણ બોલિંગ નહોતી કરી. આવી સ્થિતિમાં ઝડપી બોલિંગની સાથે સાથે આક્રમક બેટિંગ કરતા શાર્દુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમએ ૧૫ ઓકટોબર પહેલા આઈસીસી સમક્ષ પોતાની અંતિમ વર્લ્ડ કપ ટીમનું લીસ્ટ આપવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ આ અંગેની ટ્વિટ કરીને માહિતી આપી હતી.

ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (WK), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર , વરૂણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલ.

(3:44 pm IST)