ખેલ-જગત
News of Saturday, 15th January 2022

ICC ટી-ર૦ વર્લ્‍ડ કપનો ૧૬ ઓકટોબરથી પ્રારંભ : ટૂર્નામેન્‍ટમાં કુલ ૪પ મેચો રમાશે

ર૧ મીએ શેડયુલ જાહેર, ૭ ફેબ્રુઆરીથી ટિકિટોનું વેચાણ

નવી દિલ્‍હી, તા. ૧પ :  આ વખતે ટી-ર૦ વર્લ્‍ડ કપ ર૦ર૧ ના વિજેતા ઓસ્‍ટ્રેલિયા વર્લ્‍ડ કપનું આયોજન કરી રહ્યું છે. આ વખતે કુલ ૪પ ટુર્નામેન્‍ટ મેચો રમાશે. જેના માટે ૭ સ્‍થળો પસંદ કરવામાં આવ્‍યા છે. એડિલેડ બ્રિસ્‍બેન મેલબોર્ન પર્થ, સિડની, જીલોંગ અને હોબાર્ટ છે. ટૂર્નામેન્‍ટ ૧૬ ઓકટોબરના રોજ શરૂ થશે. જેમાં સેમિફાઇનલ ૯ અને ૧૦ નવેમ્‍ષ્‍બરે સિડનીમાં અને ૧૩ નવેમ્‍બરે મેલબોર્નમાં ફાઇનલ રમાશે.
આઇસીસી ટી-ર૦ વર્લ્‍ડ કપ માટે કવોલિફાય થયેલી ટીમોમાં ઓસ્‍ટ્રેલિયા, ભારત, ન્‍યુઝીલેન્‍ડ, ઇંગ્‍લેન્‍ડ, પાકિસ્‍તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્‍લાદેશ અને અફઘાનિસ્‍તાન છે. આ સિવાય શ્રીલંકા, વેસ્‍ટ ઇન્‍ડિઝ, નામીબિયા અને સ્‍કોટલેન્‍ડની ટીમોએ કવોલિફાયર દ્વારા મુખ્‍ય ડ્રોમાં જગ્‍યા બનાવવી જરૂરી છે.
આઇસીસી દ્વારા ટી-ર૦ વર્લ્‍ડ કપનુ઼ ટિકિટોનું વેચાણ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહ્યું છે.

 

(4:05 pm IST)