ખેલ-જગત
News of Thursday, 15th April 2021

આપણી પાસે મેચ જીતાડનાર ઘણા ફાસ્ટ બોલરો : કપિલ દેવ

કયારેય વિચાર્યુ નહોતુ કે ભારતમાં એક સાથે આટલા સારા ફાસ્ટ બોલર હશે

મુંબઇ, તા.૧પઃ ભારતના પહેલા વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ હાલમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલરોની બેન્ચ સ્ટ્રેંગ્થથી ઘણા પ્રભાવિત છે. પોતાના સમયમાં દિગ્ગજ ફાસ્ટ બોલર રહેલા કપિલ દેવે કહ્યું હતું કે અમારા સમયમાં ટીમમાં એક સાથે કયારેય આટલા ફાસ્ટ બોલરો જોવા મળતા ન હતા. હું ભારતીય ટીમમાં આટલી સંખ્યામાં ઉચ્ચ કક્ષાના ફાસ્ટ બોલરો જોઇને ઘણો પ્રભાવિત છું. કપિલ દેવે જસપ્રીત બુમરાહ જેવા અનુભવી અને નવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની વાત કરતા કહ્યું કે હવે આપણી પાસે ફાસ્ટ બોલરોની સારી બેન્ચ સ્ટ્રેંગ્થ છે. જો ટોચનો બોલર ઉપલબ્ધ નથી તો આપણી પાસે મેચ જિતાડવનાર ઘણા ફાસ્ટ બોલરો છે.

(3:48 pm IST)