બેંગ્લોરની ટીમ કોરોના વોરીયર્સના સન્માનમાં વાદળી જર્સી સાથે મેદાનમાં ઉતરશે
નવીદિલ્હીઃ આઈપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની ટીમ આ વખતે વાદળી જર્સીમાં જોવા મળશે.
બેંગ્લોરની ટીમે છેલ્લા ૨ વર્ષથી ચાલી રહેલા કોરોનાવાયરસ દરમિયાન લોકોની સેવા અને રક્ષણમાં રોકાયેલા ફ્રન્ટલાઈન યોદ્ધાઓને આદર આપવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હંમેશા ચહેરા પર માસ્ક અને PPE કીટ પહેરેલા લોકોના જીવન બચાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે રોકાયેલા હોય છે. PPE કીટ અને માસ્કનો રંગ આકાશ વાદળી છે અને આ હેતુ માટે રોયલ્સ ટીમે આકાશ વાદળી જર્સી પહેરીને રમવાનું નક્કી કર્યું છે.
રોયલ્સની ટીમ ૨૦ સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં આ ટીમ PPE કીટના રંગની જેમ વાદળી જર્સી પહેરીને મેદાનમાં આવશે.