ખેલ-જગત
News of Wednesday, 15th September 2021

ટી૨૦ રેન્કિંગમાંવિરાટ કોહલી ચોથા, કેએલરાહુલ છઠ્ઠા સ્થાને

આઈસીસીએ ટી૨૦ના રેન્કીગ જાહેર કર્યા : ટોપ-૧૦માં કોઈ ભારતીય બોલરને સ્થાન ન મળ્યું

દુબઈ, તા.૧૫ : દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી૨૦ બેટ્સમેનોના રેક્નિંગમાં વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડીકોકને ફાયદો મળ્યો છે. ડિકોક પોતાના કરિયરની બેસ્ટ રેક્નિંગ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. આ સિરીઝ દક્ષિણ આફ્રિકાએ ૩-૦થી પોતાના નામે કરી હતી. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ છઠ્ઠા સ્થાને યથાવત છે. ભારત તરફથી આ બે બેટ્સમેનો ટોપ-૧૦માં સામેલ છે.

ટી૨૦ બોલરોની વાત કરીએ તો તબરેઝ શમ્સી પ્રથમ સ્થાન પર છે, તો શ્રીલંકાનો વહિંદુ ડિ સિલ્વા બીજા સ્થાને છે. ડેવિડ મલાન નંબર વન ટી૨૦ બેટ્સમેન છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. વિરાટ કોહલીને એક સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે પાંચમાંથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે એક સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને છે.

રોહિત શર્મા લેટેસ્ટ ટી૨૦ રેક્નિંગમાં ૨૧માં સ્થાને પહોંચી ગયો છે. તો શિખર ધવન ૩૦માં સ્થાને છે.

ટોપ-૩૦માં આ ચાર ભારતીય બેટ્સમેન છે. બોલરોની વાત કરીએ તો ટોપ-૧૦માં કોઈ ભારતીય બોલર સામેલ નથી. ટી૨૦માં ભારત તરફથી બેસ્ટ રેક્નિંગ ભુવનેશ્વર કુમારની છે, જે ૧૨માં સ્થાને છે.

(7:39 pm IST)