ખેલ-જગત
News of Monday, 15th November 2021

સર્બિયાએ પોર્ટુગલને આપ્યો ઝટકો: સ્પેન-ક્રોએશિયા સાથે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય

નવી દિલ્હી: સ્પેન, સર્બિયા અને ક્રોએશિયાએ આવતા વર્ષે કતારમાં યોજાનાર વર્લ્ડ કપ ફૂટબોલ માટે ક્વોલિફાય કરી લીધું છે, પરંતુ સ્વીડન, પોર્ટુગલ અને રશિયાએ રાહ જોવી પડશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પોર્ટુગલ એલેક્ઝાન્ડર મિટ્રોવિકના 90મી મિનિટના હેડરથી સ્તબ્ધ થઈ ગયા હતા કારણ કે સર્બિયા લિસ્બનમાં 2-1થી જીત મેળવીને સીધા જ વર્લ્ડ કપમાં પ્રવેશ્યું હતું. પોર્ટુગલને ક્વોલિફાય થવા માટે માત્ર ડ્રોની જરૂર હતી, પરંતુ મિટ્રોવિકના ગોલથી તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું. સર્બિયા આ જીત સાથે ગ્રુપ Aમાં ટોચ પર છે.

 

(5:58 pm IST)