ખેલ-જગત
News of Saturday, 16th January 2021

બેજવાબદાર શોટ માટે રોહિત શર્મા પર સુનિલ ગાવસ્કર લાલઘૂમ

રોહિત શર્મા ૪૪ રનમાં આઉટ થયો : સિનિયર ખેલાડી તરીકે જવાબદારીથી બેટિંગ કરવી જરૂરી, ઓસ્ટ્રેલિયાને વિકેટની ભેટ ધરી : સુનિલ ગાવસ્કર

બ્રિસબેન, તા.૧૬ : બ્રિસ્બેન ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં રોહિત શર્મા ૪૪ રને આઉટ થયો હતો. રોહિતે નાથન લિયોનના બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મિશેલ સ્ટાર્કની મિડ વિકેટ પર કેચ આઉટ થયો હતો. રોહિતના શોટથી પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસકર ખૂબ ગુસ્સે થયો છે.

ગાવસકરે રોહિતની બેટિંગને બેજવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું કે રોહિત એક અનુભવી બેટ્સમેન છે અને તેણે આવો શોટ રમવો જોઈએ. રોહિતે ૪૪ પર સારી બેટિંગ કરી રહ્યો હતો અને ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી દીધી હતી. તેમના ગયા પછી ઓસ્ટ્રેલિયા સારી સ્થિતિમાં દેખાય છે. ગાવસકરે ટીપ્પણી કરતા કહ્યું કે, સીનિયર બેટ્સમેન રોહિત શર્મા બેજવાબદાર શોટ રમ્યો છે. ગાવસ્કરે કહ્યું, કેમ? કેમ? કેમમને સમજાતું નથી કે તેણે શોટ કેમ રમ્યો. શોટની કોઈ જરૂર નહોતી. તારે આવા શોટ્સ કેમ રમવાની જરૂર છે? તમે સિનિયર ખેલાડી છો,તમારે કોઇ જવાબદારી લેવાની હોય આવુ કંગાળ પ્રદર્શન કરવાથી દર્શકો નારાજ થશે. ગાવસકરે કહ્યું, સંપૂર્ણ બિનજરૂરી વિકેટ. તમે ભેટ રૂપે ઓસ્ટ્રેલિયાને વિકેટ આપી હતી. ટેસ્ટ મેચ ક્રિકેટ છે. સારી શરૂઆત બાદ આવુ રમવુ જોઇએ. ખાસ કરીને જ્યારે સામેની ટીમે ૩૬૯ રન બનાવ્યા છે. પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૯ પર બોલ્ડ કર્યું હતું. ભારત તરફથી નટરાજન અને વોશિંગ્ટન સુંદર ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરી રહ્યા છે તેમણે ત્રણ વિકેટ લીધી. શાર્દુલ ઠાકુરે પણ ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા.

(7:28 pm IST)