ખેલ-જગત
News of Saturday, 16th January 2021

પ્રથમ ટેસ્ટમાં ૩-૩ વિકેટનો ટી નટરાજન-વોશિંગ્ટન સુંદરનો વિક્રમ

બ્રિસબેન ટેસ્ટમાં અનોખો રેકોર્ડ સર્જાયો : ૧૯૪૯માં કોલકાતામાં વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટમાં મંટૂ બેનરજી અને ગુલામ અહેમદે આ સિધ્ધિ નોંધાવી હતી

બ્રિસબેન, તા.૧૬ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનના ગાબા મેદાનમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગ ૩૬૯ રન કરી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ૯૪ રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે જ્યાર પ્રથમ ટેસ્ટ રમી રહેલા વોશિંગ્ટન સુંદરે ૮૯ રનમાં તેમજ ટી નટરાજને ૭૮ રનમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. લંચ સેશન અગાઉ યજમાન ઓસી. ટીમે ૯૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. નટરાજને કાંગારૂ ટીમના પૂંછડીયા બેટ્સમેન જોશ હેઝલવુડને ક્લીન બોલ્ડ કર્યો તે સાથે તેણે વોશિંગ્ટન સુંદર સાથે મળીને ૭૨ વર્ષ પછી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

નટરાજન અને સુંદરે ટેસ્ટ મેચ ડેબ્યૂ કરતા કોઈ એક ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપવાની સિદ્ધી મેળવી છે. ભારતીય ક્રિકેટમાં ૭૨ વર્ષ બાદ આવો અનોખો રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ટીમ ઈન્ડિયા માટે બે બોલર્સે પોતાના ડેબ્યૂમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હોવાની ઘટના ૧૯૪૯માં જોવા મળી હતી. કોલકાતામાં વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટમાં મંટૂ બેનરજી અને ગુલામ અહેમદે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં - વિકેટો ઝડપી હતી.  

ભારતીય ટીમ હાલ ઈજાઓની સમસ્યાનો સામનો કરી રહી છે. આવા કપરા સમયમાં ભારતીય ટીમમાં ટેબ્યૂ કરનાર ખેલાડીઓનું પ્રદર્શન પ્રશંસનીય છે. સુંદર અને નટરાજન કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહ્યા હોવાથી તેઓ બીજા બોલર્સ જેવો બહોળો અનુભવ નથી ધરાવતા તેમ છતા બન્નેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી છે. ભારતના પાંચ મુખ્ય બોલર્સ ઈજાને કારણે ટીમમાં રમી શક્યા નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી જેને પગલે હાલ ચાર ટેસ્ટની સીરિઝમાં બન્ને ટીમ -૧ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ મેચથી સીરિઝ વિજય નક્કી થશે જેને પગલે બન્ને ટીમો ટેસ્ટ જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. વરસાદને પગલે બીજા દિવસની રમત ટૂંકાવી દેવાની ફરજ પડી હતી. ભારતનો સ્કોર બીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં બે વિકેટે ૬૨ રન રહ્યો હતો. શુભમન ગીલ રન કરી આઉટ થયો હતો જ્યારે રોહિત શર્મા ૪૪ રન કરી ટી બ્રેક પહેલા પોતાની વિકેટ ફેંકી દીધી હતી. ચેતેશ્વર પૂજારા () અને અજિંક્યા રહાણે () હાલ મેદાનમાં છે અને રવિવારે સવારે તેઓ ભારતની પ્રથમ ઈનિંગને આગળ ધપાવશે.

(7:31 pm IST)