ખેલ-જગત
News of Monday, 17th May 2021

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દીકરાને બાથટબમાં નવડાવ્યો

ઝડપથી ચાલવાની પ્રેક્ટિસ પણ કરાવી : હાર્દિક પંડ્યા પત્ની અને દીકરાની સાથે નવરાશની પળો માણી રહ્યો છે, ટોય સ્વિમિંગ પૂલમાં દીકરાને નવડાવ્યો

નવી દિલ્હી,તા.૧૭ : આઈપીએલ ૨૦૨૧ના બાયો બબલમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ બીસીસીઆઈએ સીઝનને રદ્દ કરી દીધી હતી. જેના કારણે હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે મહત્વનો ગણાતો ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરા અગસ્ત્ય સાથે નવરાશની પળો માણી રહ્યો છે.

નતાશા અને હાર્દિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને દીકરા સાથેની તસવીરો તેમજ વીડિયો ફેન્સ સાથે શેર કરતાં રહે છે. નતાશાએ પતિ અને દીકરાનો એક બૂમરેંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં નાનકડો અગસ્ત્ય ટોય સ્વિમિંગ પૂલમાં બેઠો છે, જ્યારે હાર્દિક દીકરાને નવડાવી રહ્યો છે.

નતાશાએ શેર કરેલો બાપ-દીકરાનો વીડિયો ખૂબ ક્યૂટ છે. વીડિયોમાં અગસ્ત્ય જે રીતે હસી રહ્યો છે તે જોઈને લાગે છે કે તેને પણ ખૂબ મજા આવી રહી હશે. સિવાય હાર્દિક પંડ્યાએ પણ અગસ્ત્ય સાથેનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘરના હોલમાં અગસ્ત્યને ચાલવાની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે.

તો અગસ્ત્યને પણ પપ્પાની આંગળી પકડીને ઝડપથી દોડવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'હે બેબી'નું ટાઈટલ સોન્ગ વાગી રહ્યું છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં નતાશા સ્ટેનકોવિક, અનુષ્કા શર્મા, કુલદીપ યાદવ, કે એલ રાહુલ, સુનીલ શેટ્ટી, મોહસિન ખાન તેમજ ફેન્સે હાર્ટ ઈમોજી મૂકી છે.

નતાશા સ્ટેનકોવિકે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અન્ય એક તસવીર પણ શેર કરી છે. જે તેના દિવંગત સસરા હિમાંશુ પંડ્યાની છે. જેમાં તેઓ બે પાલનું શ્વાન સાથે સોફા પર બેસેલા જોવા મળી રહ્યા છે. હિમાંશુ પંડ્યાનું નિધન વર્ષના જાન્યુઆરી મહિનામાં થયું હતું. જો કે, પરિવારના સભ્યો હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની વાત કરીએ તો, કપલે ૨૦૨૦ની શરુઆતમાં તેઓ રિલેશનશિપમાં હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં તેમણે તરત દુબઈમાં વેકેશન દરમિયાન સગાઈ કરી લીધી હતી. નતાશાને પ્રપોઝ કરવા માટે હાર્દિક તેને યૉટમાં લઈ ગયો હતો. લોકડાઉન દરમિયાન કપલે લગ્ન કરી લીધા હતા અને થોડા સમય બાદ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. નતાશાએ આણંદની હોસ્પિટલમાં અગસ્ત્યને ૩૦મી જુલાઈએ જન્મ આપ્યો હતો.

(7:16 pm IST)