ખેલ-જગત
News of Thursday, 18th February 2021

પુણેમાં મેચ દરમ્યાન ક્રિકેટરનુ હાર્ટ એટેકથી નિધન :બાબુ રાવ નલવડે અચાનક જ પિચ પર ઢળી પડ્યા

મહારાષ્ટ્રના પુણેમાં એક મેચ દરમ્યાન 47 વર્ષીય ક્રિકેટરનુ હાર્ટ એટેકને લઇને મોત નિપજ્યુ છે. નોન સ્ટ્રાઇક પર ઉભેલા બાબુ રાવ નલવડે અચાનક જ પિચ પર ઢળી પડ્યા. ત્યાર બાદ તેઓને ઝડપથી સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તો ખુબ મોડુ થઇ ગયુ હતુ. તબીબોએ તેમની તપાસ બાદ તેમને મૃત ઘોષીત કર્યા હતા. આ પુરી ઘટના કેમેરામાં રેકોર્ડ થઇ છે.

બુધવારે પુણેના જુન્નારમાં એક સ્થાનિક મેચ રમાઇ રહી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક બોલ પહેલા જ બાબુરાવ નલવડે બિલકુલ સ્વસ્થ નજર આવી રહ્યા છે. તેમણે પોતાના સાથી બેટ્સમેનને કંઇક કહ્યુ પણ હતુ. જોકે ત્યાર બાદ તે નિચે બેસી ગયા અને એકદમ જ બેહોશ થઇ ગયા હતા. તેમની હાલત જોઇને અંપાયરે તુરંત જ ડોક્ટરોની ટીમને બોલાવી લીધી હતી અને તેમને હોસ્પીટલ પણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, મોતનુ કારણ હાર્ટ એટેક હોવાનુ બતાવવામાં આવ્યુ હતુ

જોકે ક્રિકેટમાં આ પ્રથમ વાર નથી થયુ કે કોઇ ક્રિકેટરની લાઇવ મેચ દરમ્યાન મોત થયુ હોય. બે વર્ષ પહેલા પણ મુંબઇમાં એક લાઇવ મેચ દરમ્યાન જ 24 વર્ષીય ક્રિકેટરનુ મોત નિપજ્યુ હતુ.

(1:01 pm IST)