ખેલ-જગત
News of Thursday, 18th February 2021

ચેતન સાકરિયા સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી બન્યો : રાજસ્થાન ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો

ગુજરાતી ખેલાડી રિપલ પટેલને 20 લાખમાં દિલ્હીની ટીમે ખરીદ્યો

અનકેપ્ડ ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી. સાકરીયાની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. સૌથી પહેલા RCBએ 95 લાખની બોલી લગાવી. બાદમાં રાજસ્થાન ટીમે ૧.૨ કરોડની ચેતન સાકરિયા પર બોલી લગાવી હતી. આમ,રાજસ્થાન ટીમે ચેતન સાકરીયાને 1.2 કરોડમાં ખરીદ્યો છે. સાકરિયાએ 16 ટી 20 મેચોમાં 28 વિકેટ ઝડપી છે

ગુજરાતના વડોદરાના ખેલાડી રિપલ પટેલની બોલી લાગી છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને દિલ્હીની ટીમે ખરીદ્યો છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ પટેલની બેઝ પ્રાઇઝ પણ 20 લાખ રૂપિયા છે.

 

જયારે વડોદરાના બેટસમેન વિષ્ણુ સોલંકીને કોઇએ ખરીદ્યો નથી. સૌથી વધારે આશાસ્પદ ખેલાડી વિષ્ણુ સોલંકીનો કોઇ ખરીદદાર ન થયો. આમ, વિષ્ણુ પટેલ અનસોલ્ડ જ રહ્યો છે.

જયારે ગુજરાતના જ અતિત શેઠનો પણ કોઇ ખરીદદાર ન રહ્યો, જેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે. આમ, અતિત શેઠ અનસોલ્ડ રહ્યાં છે.

(6:18 pm IST)