ખેલ-જગત
News of Thursday, 18th February 2021

ગ્લેન મેક્સવેલને ૧૪.૨૫ કરોડ, શિવમ દુબેને ૪.૪ કરોડ મળ્યા

આઈપીએલ ૨૦૨૧ માટે બોલી લગાવાવમાં આવી : ઓસીના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે ૨.૨૦ કરોડમાં ખરીદ્યો, પ્રથમ બોલી કરુણ નાયરની લાગી હતી

ચેન્નઇ, તા. ૧૮ : ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ખેલાડીઓની હરાજી થઇ રહી છે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાં ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી રહી છે. હરાજીમાં મેક્સવેલ પર સૌની નજર હતી. આવામાં સીએસકે અને આરસીબી વચ્ચે તેને લઇને જંગ ચાલી હતી. આખરે ૧૪.૨૫ કરોડ રૂપિયામાં આરસીબીએ ગ્લેન મેક્સવેલને ખરીદ્યો છે. હવે તે મેક્સવેલ વિરાટ કોહલી સાથે રમતો જોવા મળશે. શાકિબ ઉલ હસનને કેકેઆરે . કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ૭૫ લાખ રૂપિયા બેઝ પ્રાઇસ ધરાવનાર ક્રિસ મોરિસને ૧૬.૨૫ કરોડ. રૂપિયાની જંગી રકમથી રાજસ્થાને ખરીદ્યો

શિવમ દુબે ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે ઓક્શનમાં ઉતર્યો હતો અને . કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. મેક્સવેલ બાદ મોઇન અલી સૌથી મોટી રકમમાં ખરીદાયો છે. કરોડની બેઝ પ્રાઇસ ધરાવનારા મોઇન અલીને ચેન્નઇ સુપર કિંગ્સે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. તે .૨૦ કરોડમાં વેચાયો છે. તેની બેઝ પ્રાઇસ કરોડ રૂપિયા હતી. જ્યારે ઇંગ્લેન્ડનો વિસ્ફોટક બેસ્ટમેન જેસન રોય ખરીદાયો નથી.

ચેન્નઇમાં ખેલાડીઓની હરાજી થઇ રહી છે. જેમાં પ્રથમ બોલી કરુણ નાયરની લાગી હતી. તેની બેઝ પ્રાઇસ ૫૦ લાખ રૂપિયા હતી. તેને કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો નથી. આઇપીએલની આઠ ફ્રેન્ચાઇઝી ૬૧ જગ્યા ભરવા માટે બોલી લાગી રહી છે. હરાજીની યાદીમાં ૧૬૪ ભારતીય, ૧૨૫ વિદેશી અને એસોસિએટ દેશોના ત્રણ ખેલાડીઓને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડના હગ એડમીડ્સ ફરી એક વખત હરાજીકર્તાની ભૂમિકામાં નજરે પડ્યાં.

(7:41 pm IST)